અમદાવાદ : ગુજરાતનું મેટ્રો સીટી અમદાવાદ બિઝનેસ અને ફેસીલિટીનું હબ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં LuLu ગ્રુપ દેશને સૌથી મોટો શોપિંગ મૉલ ખોલવા જઇ રહ્યું છે. મૂળ યુ એ એ નું Lulu Group ગુજરાતમાં 4 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યું છે.અમદાવાદમાં LuLu ગ્રૂપ દ્વારા શોપિંગ મોલનું બાંધકામ 2024માં શરૂ થશે. લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમએ યુસુફ અલીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ જાહેરાત કરી છે. લુલુ ગ્રુપના ચેરમેને કહ્યું કે શોપિંગ મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઇ જશે.
ન્યૂઝ એજન્સી ANIને લુલુ ગ્રુપના ચેરમેન એમએ યુસુફ અલીએ જણાવ્યું કે, “અહીં છેલ્લા 20 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે જે વડાપ્રધાન મોદીનું વિઝન છે, અમે અમદાવાદ અને ચેન્નાઇમાં એક સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા જઇ રહ્યાં છીએ. અમે આ મહિનાના અંતમાં હૈદરાબાદમાં અમારો શોપિંગ મોલ ખોલી રહ્યાં છીએ. તેમજ અમે શોપિંગ મોલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યા છીએ. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું.” સપ્ટેમ્બર 2023માં લુલુ ગ્રુપના યુસુફ અલીએ એક સંકેત આપ્યો હતો કે તેમનું ગ્રુપ ભારતમાં બે મોટા શોપિંગ મોલ- અમદાવાદ અને ચેન્નાઇમાં બનાવવા માટે જઇ રહ્યું છે.
લુલુ એક અરબી નામ છે, જેનો અર્થ મોતી થાય છે. આ નામ પર યૂસુફ અલીએ પોતાની કંપનીનું નામ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ રાખ્યુ છે. લુલુ ગ્રુપ હાઇપરમાર્કેટ અને રિટેલ કંપનીઓની એક મોટી ચેન ચલાવે છે. આ ગ્રુપનો વેપાર સૌથી વધુ અરબ દેશ ખાસ કરીને UAEમાં ફેલાયેલો છે. આ ગ્રુપનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યૂરોપ સહિત 24 દેશમાં છે.