અમદાવાદ : PM નરેન્દ્ર મોદી તેમજ મોરેશિયસનાં PM પ્રવીણ જુગનૌથની મુલાકાત આજે ખાસ બની રહેશે. આજે એરપોર્ટથી ગાંધીનગર સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત છે ત્યારે મોરેશિયસના વડાપ્રધાન સાથે રોડ શો માં ભાગ લેશે. આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે.
આ રોડશૉ માં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી શાહીબાગ ડફનાળા થી નોબલ ટી સુધીનો રસ્તો આજે બપોરે ત્રણ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે.જેથી વાહન ચાલકો શાહીબાગ દફનાલા વિઠ્ઠલ નગર થી મેઘાણીનગર ચાર રસ્તા થઇને રામેશ્વર ચાર રસ્તા મેમ્કો ચાર રસ્તા થઇને ગેલેક્સી તરફ જઈ શકશે એરપોર્ટ ટિકિટ બતાવશે તો તેને જવા દેવામાં આવશે સાથે જ હોસ્પિટલ જ દર્દીઓ અને પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને યોગ્ય પુરાવાને આધારે જવા દેવાશે.