અમદાવાદ : બ્રિટિશ PM બોરિસ જોનસને દિલ્હીના બદલે અમદાવાદથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. બોરિસ જોનસન વડાપ્રધાન બન્યા તે પછી તેમની પ્રથમ મુલાકાત છે. અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન બોરિસ જોનસનું ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાત માટે રવાના થયા. મળતી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન 10.50 કલાકે અદાણી હાઉસની મુલાકાત લેશે.
બ્રિટનના PM એક દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ બોરિસ જ્હોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બન્યા છે. ત્યારે તેમના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો કે, બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન 11 વાગે હાલોલમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણ અંગે જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ બોરીસ જ્હોનસન બપોરે 3 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી, ચરખો કાંતશે અને સાંજે જ બોરીસ જ્હોનસન દિલ્લી જવા રવાના થશે.