અમદાવાદ : શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે.પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી કોઇ બેદરકારી ન રહે અને વિદ્યાર્થીની સુરક્ષા સામે કોઇ જોખમ ઉભુ ન થાય તે માટે હવે શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરીઓ દ્વારા પણ નવા નિયમો અમલી કરાયા છે.જે મુજબ અમદાવાદ શહેરે 27 નિયમોનું ચેક લિસ્ટ તૈયાર કર્યું છે.અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.
સ્કૂલોએ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. જેને ધ્યાનમાં રાખીને અમે પ્રવાસ માટે જનારી સ્કૂલોએ પાલન કરવાના નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં હવે સ્થાનિક પિકનિક માટે પણ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વગર જ કોઇ સ્કૂલ પ્રવાસ કરશે તો તાત્કાલિક તેના પર પગલાં લેવાશે…રોહિત ચૌધરી, DEO, અમદાવાદ શહેર
પ્રવાસ માટે આ મુખ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે
20 વિદ્યાર્થીએ 1 શિક્ષક, 15 વિદ્યાર્થિનીએ 1 મહિલા શિક્ષિકા જરૂરી.
શૈક્ષણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ જ પ્રવાસ લઇ જવાનો રહેશે
પ્રવાસ બાદ તમામ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મુકવી ફરજિયાત
જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં
રાત્રી દરમિયાન કોઇપણ સંજોગોમાં મુસાફરી નહીં થઇ શકે
પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી
વાહનના ફાયરસેફ્ટી સાધનોના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી
પ્રવાસના સ્થળ મુજબ સેફ્ટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી.
પહેલાં અમદાવાદની સ્કૂલો દ્વારા જિલ્લાની બહાર પ્રવાસ ખેડવા માટે ડીઈઓની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ જિલ્લાની અંદર જેમ કે, કાંકરિયા, કે રિવરફ્રન્ટ જેવા શહેરની અંદર-અંદરના સ્થળોએ વિદ્યાર્થીઓને પિકનિક લઈ જવા માટે મંજૂરી લેવી પડતી નહોંતી. હવે નિયમ બદલાયા છે તેથી શહેર કે જિલ્લાની અંદર નજીકના સ્થળ પિકનિક માટે પણ પરમિશન ફરજિયાત બનાવાઈ.