અમદાવાદ : વાહન ચોરીની ઘટનામાં હજી સુધી આપણે સાઇકલ, સ્કુટર, મોપેડ, બાઈક અને કારની ચોરી થયાનું સાંભળ્યું છે. પણ અમદાવાદ શહેરમાં વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી ST બસ ચોરાઈ ગઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી ST બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા ST વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. અંતે 2 કલાકની મહેનત બાદ આ ST બસ દહેગામથી મળી આવી હતી અને એક વ્યક્તિ બસને લઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ST બસ લઈને ભાગેલો આ યુવક માનસિક અસ્થિર છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે.
પણ આ ઘટનાએ ST તંત્રની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. ST બસ જેવું આટલું મોટું વાહન ચોરાઈ જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે.