અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે તેને ઘ્યાનમાં લઇને AMC દ્વારા હવે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે. જે ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરવા માટે ખૂબ મહત્વના સાબિત થશે. સ્માર્ટ પાર્કિંગ પર મેગ્નેટિક સેન્સર છે. કાર પાર્ક થઈ જાય પછી લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે અને વાહન લોક થઈ જશે. સ્માર્ટ પાર્કિંગ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવાથી લોક ખુલી જશે. પરંતુ પાંચ મિનિટ સુધીમાં કાર ન લેવાય તો ફરી લોક થઈ જશે. ફ્લેપ ઊંચી હોય અને કાર કાઢવા જાવ તો ટાયરને નુકસાન થશે. અત્યારે સોમવારથી શુક્રવાર દરમિયાન રોજ 20 કાર જ્યારે શનિ-રવિ 50 થી 55 કાર આ સ્માર્ટ પાર્કિંગ પર પાર્ક થાય છે. ક્યુઆર કોડમાં પાર્કિંગ સ્લોટ તેમજ પાર્કિંગના સમયની પણ વિગતો હશે.
હવે આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ છે. આ ટેકનોલોજીમાં એ પ્રકારનો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો છે કે, પાર્કિંગ સ્લોટ પર કાર મૂકાતા જ સેન્સર ચાલુ થઈ જશે.અને 4 મિનિટની ગણતરી શરૂ થઈ જશે. હવે કાર કાઢવા માટે પીળા રંગના બોક્સ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.કોડ સ્કેન થયા પછી ફ્લેપ ફરી નીચે થઈ જશે અને કાર કાઢી શકાશે. કાર પાર્ક કરવી ન હોય તો ચાર મિનિટથી ઓછા સમયમાં નીકળી જવું પડશે. આટલા સમયમાં કાર પાર્કિંગમાંથી કાઢવામાં ન આવે તો લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે.