અમદાવાદ : આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર યુવક-યુવતીએ બેશરમીની હદ વટાવી ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો છે.
નિકોલ રીંગરોડ ખાતે બાઇક ઉપર અસ્લીલ ચેન ચાળા કરતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે બાઇક ચાલક તેમજ અજાણી યુવતી વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ pic.twitter.com/hK1lDw84fV
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 29, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવક-યુવતી બિભત્સ ચેનચાળા જોવા મળ્યાં છે. ચાલુ બાઈક પર બિભત્સ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતીએ ચાલુ બાઈક પર અશ્લિલતા ફેલાવી હતી. ચાલુ બાઈક પર ચુંબન કરીને યુવક અને યુવતીએ શરમ નેવે મુકી હતી. યુવક અને યુવતી ચાલુ બાઈક પર કિસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે.
અમદાવાદ પોલીસ દ્વારા વિવેક રામવાનીની કુબેરનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે બીજા લોકો આમાંથી શીખ લે એ માટે આ વીડિયો અને માહિતી ટ્વિટર પર શેર કરી છે. જેથી અન્ય લોકોને આવુ કરતા અટકાવી શકાય.