Monday, November 10, 2025

હવે રોકેટગતિએ થશે હાઉસીંગના મકાનોનું રિડેવલપમેન્ટ ! 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી. તેની સાથે રાજ્યમાં હાઉસિંગ બોર્ડના જૂના મકાનો રિડેવલપમેન્ટ દ્વારા ડેવલપમેન્ટને વેગ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” ને 30 સપ્ટેમ્બર 2024 સુધીના સમય સુધી લંબાવાઈ. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 61,310 જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. ફક્ત એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક આઠ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડના બાકી હપ્તાની વસૂલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રિડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લીધા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...