22.3 C
Gujarat
Sunday, December 8, 2024

હાઉસીંગની પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ રામેશ્વર એપાર્ટમેન્ટનું રેરામાં રજીસ્ટ્રેશન થતા હાઉસીંગ રહીશોમાં ઉત્સાહ

Share

અમદાવાદ : નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટના રેરા રજીસ્ટ્રેશન નંબર ઈસ્યુ થવાથી પ્રોજેક્ટની સુરક્ષા અને સફળતા બંને નિશ્ચિત થઈ ગયા છે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને એસોસિયેશનમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદ નહીં પરંતુ ગુજરાતની પ્રથમ મોટી સ્વેચ્છાએ જનાર સોસાયટી બધા પડાવ પાર કરી નવા નવા બેંચમાર્ક રિડેવલપમેન્ટમાં હાંસિલ કરી લીધા છે.તમને જણાવી દઈએ કે રેરા રજીસ્ટ્રેશન હેઠળ આવતા ઘર ખરીદનાર અને વેચનાર બંનેના અધિકારોનું રક્ષણ થાય છે, જેને કારણે આવનારા સમયમાં અનેક હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાય અને વેગવંતુ રિડેવલપમેન્ટ થાય એવી આશા હાઉસીંગના રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 જાહેર આવાસોના રિડેવલપમેન્ટ માટે લેવલ પોલિસીને ખરા અર્થમાં હવે વેગ મળશે. કોઈ પણ નવી વાત, જરૂરિયાત કે વિષયને સ્વીકારતા પહેલા ઘણી શંકા કુશંકાઓ જનમાનસમાં સ્વભાવગત રહેતી હોય છે. માટે જ્યાં સુધી કોઈ એક નિશ્ચિત ઉદાહરણ પ્રજા સમક્ષ ના આવે ત્યાં સુધી લોકો તેને સ્વીકારતા નથી. તે વિષયને લઇ ખોટી વાતો અને ખોટો ભ્રમ સમાજમાં ફેલાય છે ક્યારેક અંધકારમય વાતાવરણ પણ બનતું હોય છે, લોકો દિશાહીન થઈ વિષયની ગંભીરતા ને અવગણી લાલચમાં ફસાતા હોય છે. કેટલાક તકસાધુ કે ખોટા લોકો તેનો અર્થ અનર્થ કરી ગેરસમજ પણ ઊભી કરતા હોય છે. આવું જ કંઈક રિડેવલપમેન્ટ અને તેની પોલિસીને લઇ ગુજરાતની હાઉસિંગ કોલોનીઓ જોવા મળતું હતું. જેથી 6 થી 7 વર્ષ વીતવા છતાં પણ પોલિસી સફળ ના થઈ.

પરંતુ અમદાવાદની અને તેમાં પણ નારણપુરાની ખમીરવંતી હાઉસિંગ પ્રજામાં એક નવીન જોશ અને ઉત્સાહ દેખાયો અને પોલિસીને સફળ બનાવવા ભગીરથ પ્રયાસ રામેશ્વર એપાર્ટમેન્ટએ વર્ષ-2021-2022માં કર્યો અને તે સોસાયટી બહુમત રીતે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં નિયમ મુજબ ગઈ.વર્ષોની મહેનત રંગ લાવી અનેક સમસ્યાઓ બાદ તેઓ સફળ થયા અને આ સપ્તાહમાં તે સોસાયટીનો રેરા નંબર જનરેટ થતા તે પ્રોજેક્ટ બધી રીતે સુરક્ષિત થઈ ગયો છે.રામેશ્વર એપાર્ટમેન્ટ સમગ્ર ગુજરાતની પહેલી મોટી સ્કીમ છે જે નવા નીતિ નિયમો મુજબ આગળ વધતી રહી, દરેક મોરચે લડત આપતી રહી અને નવા નવા પેપરવર્ક ને લઇ સમયનો ભોગ આપી આજે સફળ થઈ છે.

હવે બીજી સોસાયટીઓમાં આટલી તકલીફ નહિ પડે, તેઓને રામેશ્વર એપાર્ટમેન્ટના પદચિન્હો પર ફક્ત ચાલવાનું છે, ડોક્યુમેન્ટ્‌સ રૂપરેખા નિશ્ચિત થવાથી બીજી સોસાયટીમાં દરેક કાર્યમાં સરળતા રહેશે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશોનો અનુભવ અને લાભ બીજી સોસાયટીઓ મેળવી શકશે. લોકો પાસે હવે બધી સચોટ માહિતી ઉપલબ્ધ છે, કોઈ એક સોસાયટીમાં કાયદાકીય બધા સર્ટિફિકેટ આવી ગયા છે, નિયમિત ભાડું મળે છે અને સોસાયટી જમીન પર હાલ બાંધકામ પણ ચાલુ છે તે બધું પ્રજાની નજર સમક્ષ દેખાય છે જે પ્રજામાં અનેરો વિશ્વાસ પૂરો પાડે છે અને ખાતરી પણ આપે છે કે હવે કોઈ શંકા કે સમસ્યાને સ્થાન નથી જેથી ચોક્કસ દિશા હવે મળી ગઈ છે.

હાલમાં અનેક સોસાયટીઓ ટેન્ડર જાહેર થયેલા છે, કેટલીક સોસાયટીઓ તૂટી ગઈ કે ખાલી થઈ ગઈ છે, કેટલીક સોસાયટીઓ પણ રેરામાં અરજી કરવા જશે. ઉપરાંત બીજી અનેક સોસાયટીઓ હવે રિડેવલપમેન્ટમાં ઉપરોક્ત સફળતાને કારણે જોડાશે! સોસાયટી રહીશોમાં રહેલા ડરનો અંત હવે થઈ ગયો છે માટે સોસાયટી લેવલે 75% કે તેથી વધુ બહુમત મેળવવામાં હવે સરળતા રહેશે. સોસાયટી હોદ્દેદારોને પણ કામ કરવામાં સરળતા રહેશે સાથ મળશે અને અનુભવનો લાભ પણ મળતો રહેશે. સરકારના દસ્તાવેજના હાલના રાહત પેકેજ અને રામેશ્વર એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રેરા એપ્રૂવ્ડ થતા મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. જે કોઈ સોસાયટીને રિડેવલોપમેન્ટ વિષયે ઇતિ થી અંત સુધીની માહિતી જોઈતી હોય તો રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને હોદ્દેદારોનો સંપર્ક કરી લાભ લેવો જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles