અમદાવાદ : ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સખી સહેલી મંડળની સહેલીઓ દ્વારા રાણીપમાં ગાયત્રી વિદ્યાલય ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદિક નાડી વૈધ ડોક્ટર વંદના પંચાલ દ્વારા કન્સલ્ટિંગ કરવામાં આવ્યું હતું.
રાણીપમાં આવેલ ગાયત્રી વિદ્યાલય ખાતે પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સખી સહેલી મંડળની સહેલીઓ દ્વારા આયુર્વેદિક મેડીકલ કેમ્પ અને ખાખરા વિતરણનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આયુર્વેદિક નાડી વૈધ ડોક્ટર વંદના પંચાલ દ્વારા 100થી વધુ લોકોનું કન્સલ્ટિંગ કરવામાં આવ્યું હતું.અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આયુર્વેદિક મેડીકલ કેમ્પમાં રાણીપના મ્યુ કોર્પોરેટર ભાવી પંચાલ, ગીતાબેન પટેલ, વોર્ડના બક્ષીપંચના નેતા પથીકભાઇ પંચાલ તથા મનુ પંચાલવાડી તરફથી કૌશિકભાઈ પંચાલ તથા સહ ખજાનચી હાજર રહયા હતા. સખી સહેલી મંડળના પ્રમુખ જયશ્રીબેન તથા મોના પંચાલ દ્વારા કાર્યક્રમના સફળ આયોજન બદલ સખી સહેલી મંડળની બહેનો, મહેમાનોનો આભાર માન્યો હતો.