28 C
Gujarat
Wednesday, November 6, 2024

અમદાવાદીઓ સાવધાન ! દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીથી અકળામણ થશે, બળબળતા તડકામાં શું ધ્યાન રાખવું?

Share

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં પણ ડ્રાય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું અમદાવાદ કેન્દ્ર જણાવે છે કે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. જોકે, કેટલાક ભાગોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સીલ અમેરીકા અને IMD અમદાવાદના સહયોગથી અમદાવાદ હિટ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવેલ છે. ગરમીમાં વધારો થવાના કારણે ચક્કર આવવા, અતિશય પરસેવો અને માથાનો દુ:ખાવો જેવા લક્ષણો દેખાય છે. ગરમીમાં વધારો થવાના પગલે હવે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. જો અશક્તિ, માથાનો દુઃખાવો, ચક્કર આવવા અને ઉબકા ઉલટી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટર અને 108 ઈમરજન્સીનો સંપર્ક કરવા સૂચના આપી છે.

ગરમીમા AMC દ્વારા લેવાયેલા પગલાં:

તમામ બગીચાઓ રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે.
તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.
AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.
BRTS સ્ટેશન પર પીવાના પાણી, ORSની વ્યવસ્થા કરાઈ.
AMC તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા શહેરમાં પાણીની પરબો શરુ કરાશે.
આગામી સમયમાં મહત્તમ સંખ્યામાં પાણીની પરબો શરુ કરાશે.
શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ ORS સેન્ટર શરુ કરાયા.
AMC સંચાલિત હોસ્પિટલો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રિલેટેડ ઇલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા શરુ કરાઈ.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને 50 હજાર ORSનાં પેકેટ્સ અપાયા.
ગરમીમાં AMC દ્વારા શહેરીજનોને અપીલ:

વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓનું ખાસ ધ્યાન રાખવું.
અતિશય ગરમીનાં લીધે લુ (હિટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો:

ગરમીમાં અળાઈઓ થવી.
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
માથાનો દુઃખાવો, ચક્કર આવવા.
ચામડી લાલ-સૂકી અને ગરમ થવી.
સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.

લૂના લક્ષણો

લૂના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સારવારમાં મદદરૂપ થઈ શકે છે. જેથી લૂના તમામ લક્ષણોને ઓળખવા જરૂરી છે
– માથાનો દુ:ખાવો
– ચિત્તભ્રમ
– તીવ્ર તાવ
– બેભાન થવું
– માનસિક સ્થિતિ વણસવી
– ઉબકા અને ઊલટી
– ત્વચાની લાલાશ
– હૃદયના ધબકારામાં વધારો
– ત્વચાને નરમ થઈ જવી
– ત્વચા સૂકાવી

લૂથી રાહત મેળવવાના ઉપાયો

લૂ લાગી ગઈ હોય અને તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઓર્ગન ફેઈલર, મૃત્યુ, બ્રેઈન ડેડ સહિતની કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો કોઈને હીટ સ્ટ્રોક આવે છે, તો તમે તરત જ નીચે જણાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.
• લૂ લાગી હોય તે વ્યક્તિને તડકામાં ન રાખો.
• કપડાંની જાડી લેયર હટાવીને હવા આવવા દો.
• શરીરને ઠંડુ કરવા માટે કૂલર અથવા પંખામાં બેસો
• ઠંડા પાણીથી નહાવું
• ઠંડા પાણીના કપડાથી શરીરને લૂછો
• માથા આઇસ પેક અથવા ભીનું કપડું રાખો
• ઠંડા પાણીમાં પલાળેલા ટુવાલને માથા, ગરદન, બગલ અને કમર પર રાખો
• આ ઉપાયો બાદ પણ તાપમાન ન ઘટે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles