અમદાવાદ : લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીને ભાજપે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે, ત્યારે પાર્ટીના દરેક ઉમેદવાર પોતાના મતવિસ્તારમાં સતત જનસંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ 18 અને 19 એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરશે એવું રિપોર્ટ જણાવી રહ્યા છે.આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે નામ નોંધાવશે.
આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998થી 2014 સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા હતા. વર્ષ 2019માં પહેલીવાર અમિત શાહે અહીંથી ચૂંટણી લડી હતી અને જંગી વોટથી જીત મેળવી હતી. હવે તેઓ બીજી વખત ગાંધીનગરના ભાજપના ઉમેદવાર હશે.