29.8 C
Gujarat
Friday, November 8, 2024

ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે, લોકસભાની ચૂંટણીને લઈને સરકારે બહાર પાડ્યો પરિપત્ર

Share

ગાંધીનગર : દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે. જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી 7 મેનાં રોજ જાહેર રજા રહેશે. આ રજા પેઇડ રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે.

પરિપત્રમાં આપવામાં આવેલ વિગતો મુજબ ભારત સરકારના ગૃહ મંત્રાલયના 8મી મે, 1968ના જાહેરનામા ક્રમાંકઃ 391/68/જેયુડીએલ-3 સાથે વાંચતાં, સને 1881ના વટાઉખત અધિનિયમ (1881 ના 26 મા) ની કલમ-25ના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભાની સામાન્‍ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108 – ખંભાત, 136-વાધોડીયા, 85- માણાવદર અને 83 પોરબંદરની ખાલી પડેલ 5 (પાંચ) બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે, મંગળવાર તારીખ 7મી મે, 2024 /17, વૈશાખ, 1946ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરે છે.

સને 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને 1996ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135-બી(૩) અનુસાર નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે’ પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(b)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles