34.7 C
Gujarat
Sunday, November 10, 2024

હનુમાન દાદાનું 1000 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર, અંગ્રેજોએ પણ ઝુકાવ્યું હતું શીશ

Share

અમદાવાદ : આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તેમને ગુજરાતમાં આવેલા 1000થી પણ વધુ વર્ષ જૂના હનુમાન દાદાના એક ખાસ મંદિર વિશે જણાવીશું. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિર ડભોડા હનુમાન તરીકે સુપ્રસિદ્ધ છે અને તેમાં સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર આ મંદિર સાથે અનેક લોકવાયકા અને ચમત્કારિક કિસ્સાઓ જોડાયેલા છે.

ડભોડાના આ મંદિર વિશે લોકવાયકા છે કે, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડાભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

મંદિરની અન્ય એક લોકવાયકા છે જે મુજબ, પહેલાના સમયમાં નાનકડા હનુમાન મંદિરને સમય જતા જિણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યું. એક લોકવાયકા મુજબ, મંદિરના મહંત શ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા. જે બાદ આજે પણ ડભોડા ગામના સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આવતા હોય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles