અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકાગાળામાં બે બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. બંને કિસ્સામાં બળકો કોઈ વસ્તુ ગળી જતા બન્નેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે બાદ નિષ્ણાતો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું જે સફળ રહ્યું હતુ હવે બાળકો પણ એકદમ સુરક્ષિત છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળક કઈક ગળી જવાના કેસ સામે આવ્યા હતા. પ્રથમ કિસ્સામાં મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી 1લી એપ્રિલ 2024ના રોજ રમતમાં આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ અને ઉધરસ આવવા લાગી હતી જે બાદ ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને દિકરી કઈક ગળી ગઈ હોવાની શંકા જતા સાંજે 7 વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ 5મી એપ્રિલ 2024ના રોજ મહેસાણા સિવિલથી દિકરીને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમ્યાન આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા (HRCT થોરાક્સ) શ્વાસનળીના નીચેના ભાગમાં કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.
ત્યારબાદ તેણીને વધુ સારવાર અર્થે અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, પ્રોફેસર, ડૉ. સ્મિતા (પ્રોફેસર) અને ડૉ. નિલેશ (એસો. પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો.