22.3 C
Gujarat
Sunday, December 8, 2024

PM મોદી બે દિવસમાં 14 લોકસભા વિસ્તારમાં 6 સભાઓ ગજવશે, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં 7મી મેના રોજ મતદાન પ્રકિયા હાથ ધરાશે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષ જીતનો વાવટો લહેરાવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે બીજેપીનો પ્રચાર કરવા માટે PM નરેન્દ્ર મોદી આવતી કાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ 6 સ્થળ પર સભાને સંબોધન કરશે. આ 6 સભાઓમાં કુલ 14 લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે PM મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે. 1 મેના રોજ PM મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશો તો 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં જનસભા સંબોધશે.PM મોદી ઉત્તર ગુજરાતની 5 બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે. જેમાં PM ગુજરાતના સ્થાપના દિને (1 મે) ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે. જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે. PM મોદી પહેલી મેના રોજ બપોરે 3.30 વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે, જ્યારે બીજી સભા 5.15 વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજશે.

તેવી રીતે 2જી મેના રોજ PM મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે. જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે. PM મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ 1 વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે. 3.30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે. આમ PM કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજને અપીલ કરવામાં આવી છે કે PM ની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણુ ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100 ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેંદ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર જેવી બેઠકો પર ક્ષત્રિયોનો પડકાર છે. ક્ષત્રિય સમાજ સાથે હાલ અલગ અલગ જિલ્લાઓમાં જઇ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકો યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સોમવારે બિન હરિફ ચૂંટાયેલા જાહેર થયા છે આને પગલે રાજ્યની હવે 25 બેઠકો પર જ ખરાખરીનો જંગ રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles