અમદાવાદ : દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ગુજરાતના અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની આઠ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે. આ ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. એક રિપોર્ટ મુજબ, અમદાવાદની 19 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલોને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યા છે. અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું છે. જોકે, પોલીસ અધિકારીઓને તમામ સ્કૂલની તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.
મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 19 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે. એક બાદ એક સ્કૂલ ઉમેરાતી જાય છે. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યા એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલોને મળેલા ઇ-મેઈલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ જેવું જ છે.
એક રિપોર્ટ મુજબ, અમદાવાદની આ સ્કૂલોને મળી હતી ધમકી
ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2
એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1
અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન- 1
કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા ઝોન- 1
ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા
ડી.પી.એસ, બોપલ
આનંદ નિકેતન, સેટેલાઇટ
ઉદગમ સ્કૂલ
ઝેબર સ્કૂલ
આર્મી કેન્ટોન્મેન્ટ (કેન્દ્રીય વિદ્યાલય), એરપોર્ટ રોડ
નારાયણગુરૂ
એચબીકે સ્કૂલ
ટર્ફ સકૂલ, નારણપુરા
કુમકુમ વિદ્યાલય, ઘોડાસર
કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી –
ગ્રીનલોન્સ સ્કૂલ, વટવા –
ગ્લોબલ ઈન્ટરનેશનલ, બોપલ –
LDR ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ –
ત્રિપદા સ્કૂલ, ઘાટલોડિયા