32.7 C
Gujarat
Friday, July 11, 2025

અમદાવાદમાં અલગ-અલગ પોલીસ લાઈનમાં પોલીસકર્મીના બાળકો માટે સમર કેમ્પ યોજાયા

Share

અમદાવાદ : ઉનાળાના વેકેશન દરમિયાન લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા લાઈન બોયના માનસમાં સકારાત્મક ક્રિએટિવિટીનો વિકાસ થાય અને લાઈન બોયની છાપ સુધરે. આ ઉપરાંત, પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય, એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા નવતર પહેલ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે.અમદાવાદ શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર સેકટર-2 નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશ્નર ઝોન 6 રવિ મોહન સૈની, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારમાં દાણીલીમડા ખાતે આવેલ આંબેડકર હોલ, મણિનગર એફ કોલોની, વટવા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે 125 જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, વટવા પીઆઈ કુલદીપ ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.આર. બ્રહ્મભટ્ટ, she team ના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે. આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ,અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ, સહિતના ઇન્સ્ટ્રકટર દ્વારા માનદ સેવા આપી, બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે.

આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર સેકટર-2 નીરજ બડગુજર, ડીસીપી ઝોન 6 રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા સમર કેમ્પની વિજીટ કરી, પોલીસ પરીવારના બાળકો તથા તેના માતાપિતા અને માનદ સેવા આપતા ઇન્સ્ટ્રકટરને મળી, પોલીસ પરિવાર દ્વારા આયોજિત સમર કેમ્પમાં કરવામાં આવતી પ્રવૃતીની સમીક્ષા કરી, અમદાવાદ શહેર પોલીસની કામગીરીની સરાહના કરી, બિરદાવવામાં આવેલ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles