અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો હવે પરિવહન માટે પોતાના વાહનને બદલે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. ત્યારે હવે AMC એ રિવરફ્રન્ટ પર ઈલેક્ટ્રિક એસી AMTS બસ 5 જૂનથી દોડાવવાનો નિર્ણય લીધો છે. આ બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગર થી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડજ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડજ ટર્મિનસ સુધી જશે. રિવરફ્રન્ટ પર એનઆઈડી, ફ્લાવર પાર્ક, વલ્લભસદન, ઉસ્માનપુરા ગાર્ડન સહિતના સ્ટોપ પર બસ ઊભી રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં હવે રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર AMTS AC બસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર બંને બાજુ એક છેડેથી બીજા છેડા સુધી આ AC બસ દોડશે. આ સમગ્ર રૂટ 10 કિલોમીટરનો છે તેમાંથી 8 કિલોમીટર રિવરફ્રન્ટ પરનો હશે. બસ દિવસની 10 ટ્રીપ મારશે. બસમાં 28 પેસેન્જરોની ક્ષમતા હશે. બસ સર્વિસ શરૂ થયા પછી રિવરફ્રન્ટ આવતાં લોકોને લાબું ચાલવું નહીં.આ સુવિધા 5 જૂનથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર વાહન ન લઈને ફરવા જવા ઇચ્છતા લોકો માટે આ બસ સુવિધા ઘણી લાભદાયક રહેશે.
મેટ્રોનો ઉપયોગ કરવા માટે લોકો પાસે પાર્કિંગ અથવા તો તે સ્થળ સુધી પહોંચવાનો યોગ્ય વિકલ્પ નથી. પોતાનું વાહન લઇને જાય તો વાહન ક્યાં મુકે તે પણ મોટો સવાલ હોય છે? જેથી હવે 4થી 5 મેટ્રો સ્ટેશન પરથી ફીડર બસ શરૂ કરાશે. ફીડર બસો શરૂ થયા પછી લોકો ઘર નજીકથી બસમાં બેસીને મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે. કયા સ્ટેશન પર ફીડર બસ દોડાવવામાં આવશે તે હજુ જાહેર કરાયું નથી.
અમદાવાદ શહેરમાં AMTS આ 7 રુટ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે.
વાસણાથી ચાંદખેડા
લાલદરવાજા થી શીલજ
સારંગપુર થી સિંગરવા પાટિયા
નરોડાથી લાંભા ક્રોસરોડ
લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ
ઇસ્નાપુરથી રાણીપ
લાલ દરવાજાથી વસ્ત્રાલ
શહેરમાં 30 વર્ષ પછી ચાલુ થયેલી ડબલ ડેક્ટર બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.