અમદાવાદ : ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં 72 ટકા પરિણામ આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. દોઢ વર્ષ જેટલો અભ્યાસ વિદ્યાર્થીઓ ઓનલાઇન કર્યો હતો, જેના કારણે પરિણામ ઓછું આવ્યું છે માટે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પૂરક પરીક્ષા આપવા દેવામાં આવે તેવી વાલી મંડળે માંગણી કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ધોરણ 12નું 72 ટકા પરિણામ આવ્યું છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ દોઢ વર્ષ ટ્યુશન કે સ્કૂલે ગયા નથી જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 1, 2 અને 3 વિષયમાં નાપાસ થયા છે. 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે આ વર્ષે 3 વિષય સુધીમાં નાપાસ હોય તેમની પૂરક લેવી જોઈએ.