27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદ રૂરલની ટીમે 1st રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કર્યું, રાજ્યકક્ષાની અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

Share

અમદાવાદ : ગુજરાત સરકારના રમત ગમત વિભાગ તથા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ પૈકીની અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટની લિગ મેચનું આયોજન ભાવનગર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તા.3/6/24 થી 12/6/24 દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં અમદાવાદ રૂરલ vs વડોદરા શહેર વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં વડોદરા શહેરની ટીમ વિજેતા બની અને અમદાવાદ રૂરલની ટીમે 1st રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કર્યું. રૂરલ કક્ષાએ પણ 1st રનર્સ અપ બનનાર ટીમ બની શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમના કોચ સુ. શ્રી.રીના રાવતના કહેવા મુજબ જો ગ્રામ્ય વિસ્તારના ખેલાડીને પણ યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે, તો તૅ પ્રત્યેક ખેલાડી પોતાની ખેલ ક્ષમતાને ઉજાગર કરીને એક ઉત્કૃષ્ટ ટીમ બની શકે છે.. અને આજે ફૂટબોલ જેવી રમતને જરૂર છે આવા ખેલાડીઓની કે જે નાના નાના બાળકોમાં પણ ફૂટબોલની રમત પ્રત્યે આકર્ષણ કેળવે અને ભાવિમાં દેશનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરે.

માત્ર ક્રિકેટ કે હોકીમાં પોતાનું નામ ઉજળું કરનાર આપણો દેશ જો ફૂટબોલની રમતમાં પણ કાઠું કાઢવા ઈચ્છે તો ગ્રામ્ય, શહેર, રાજ્ય અને દેશ એમ દરેક કક્ષાએ સરકાર, સ્પોર્ટસ એકેડમી, ખેલાડીનું દ્રઢ મનોબળ એમ સહિયરો પ્રયાસ હાથ ધરવો અનિવાર્ય છે. અને આવી ટુર્નામેન્ટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles