અમદાવાદ : શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના ઉપાય તરીકે અને પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવની સામે ઇલેક્ટ્રિક વાહનનો હવે ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલેની સંખ્યા દીવસે ને દિવસે વધી રહી છે પરંતુ વાહનનોના પ્રમાણમાં જાહેર ઇ-ચાર્જિંગ સ્ટેશનો ઓછા હોવાથી કેટલાક મહિનાઓથી આવા સ્ટેશનો વધારવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે મનપા દ્વારા શહેરમાં વધુ 27 ઇ-ચાર્જિગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ઇ-ચાર્જિગ સ્ટેશન શરૂ કર્યા છે. હવે વધુ 27 સ્થળોએ PPP ધોરણે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. અદાણી ટોટલ એનર્જી ઈ-મોબિલિટીએ 24 જગ્યા અને EVamp ટેક્નોલોજીએ 3 સ્થળે સ્ટેશન શરૂ કરવાની ઓફર મૂકી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 13 સ્થળોએ અને દક્ષિણ ઝોનમાં ફક્ત 1 સ્થળે ઇ-ચાર્જિગ સ્ટેશન બનાવાશે. મોબિલેન દ્વારા શરૂ કરાયેલા ચાર્જિંગ સ્ટેશન પર 16 રૂપિયા પ્રતિ યુનિટના દરે ચાર્જ લેવાય છે અને 18 ટકા જીએસટી અલગથી લાગે છે.
ઇલેક્ટ્રિક વાહનના ચાર્જ કરવાઆ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંઆ 17 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા ભાવને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે.
સ્થળ
પત્રકાર કોલોની પાસે, નારણપુરા
ગોયલ ટાવરની, નવરંગપુરા
અંજલી પુલની નીચે
આંબેડકર બ્રિજની નીચે, વાસણા
શ્રેયસ બ્રિજની નીચે, પાલડી
સ્માર્ટસિટી કંટ્રોલ સેન્ટર, પાલડી
સિન્થેટિક ગાર્ડન, મકરબા
શિવરંજની ફ્લાયઓવરની નીચ
અસલાલી સર્કલ પાસે
ડાયમંડ સ્ક્વેરની સામ
મેમ્કો ચાર રસ્તા
સીમ્સ હોસ્પિટલ રેલવે બ્રિજ
સ્થળ
શાહીબાગ-લાડલાપીર બ્રિજ
રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ
મનમોહન ક્રોસ રોડ
શેલ્બી હોસ્પિટલ, નિકોલ
અક્ષર રેસિડેન્સી, નિકોલ
ગોમતીપુર સબઝોનલ ઓફિસ
વિશ્વકર્મા એન્જિ. કોલેજ સામે
સૃષ્ટિ આર્કેડની સામે, ચાંદખેડા
ચાંદખેડા સીએચસીની સામે
રાણીપ સબઝોનલ ઓફિસ
નવા વાડજ સબઝોનલ ઓફિસ
હનુમાન મંદિર સામે, સોલા રોડ