અમદાવાદ : અમદાવાદ વસ્ત્રાલના મહાદેવ નગર મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે 20 વર્ષના યુવકે કૂદીને આત્મહત્યા કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો આ યુવક સવારે મહાદેવ નગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યો હતો અને તેને ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર બનાવવાની જાણ થતા રામોલ પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી અને હાલ આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષના ધ્રુવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મત્યા કરી લીધી હતી. મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા બાદ ધ્રુવ પરમારે અંદાજે 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તે નીચે પડતા તેને ગંભીર રહ્યા થઈ હતી. આ બનાવની જાણ થતા 108 ઇમર્જન્સી સર્વિસ જાણ કરવામાં આવી હતી અને આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે ધ્રુવનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થયા બાદ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ધ્રુવ પરમારે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ હતી કે નહીં તે શોધવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે આ વાતની જાણ થતા મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.