અમદાવાદ : ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરો માઝા મૂકી રહી છે અને અવનવા ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. આવા હેવાનો માસૂમને પણ છોડતા નથી. જેનો તાજો કિસ્સો વસ્ત્રાપુરમાંથી પ્રકાશમાં આવ્યોછે.વસ્ત્રાપુરના ગુરુદ્વારા નજીક ગત 20 અને 21 મી જૂન ની મધ્યરાત્રી એક ઈસમ માસૂમ બાળકીને લઈને જઈ રહ્યો હતો. અજાણ્યા ઈસમને આ રીતે જતો જોઈ અહીંના રખડતા શ્વાન સતર્ક થઈ ગયા અને એક સાથે ભસવા લાગ્યા. શ્વાનના સામુહિક ભસવાના કારણે નરાધમ હેવાન બાળકી મૂકીને ભાગ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં 2 વર્ષની એક બાળકી રેપનો ભોગ બનતાં રહી ગઈ. સદનસીબે શ્વાનના ટોળાએ ભસીને બાળકીને રેપથી બચાવી હતી. મૂળ બિહારના 22 વર્ષીય હેવાન વિજય મહતોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માગતો હતો, પરંતુ સદનસીબે શ્વાનના ટોળાએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકી મૂકીને ભાગ્યો હતો.
વસ્ત્રાપુર પોલીસે બાળકીના માતા પિતાને શોધ્યા એ દરમ્યાન CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી કે બાળકી કોણ છે અને તે, તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ અને સતત 36 કલાક ની તપાસ ને અંતે રોડ પરના CCTV કેમેરામાં બાળકી સાથે એક યુવક જતો દેખાયો.અન્ય CCTV ફૂટેજ ની ચકાસણી કરી અને તેમાં પગેરું હોટેલ હયાત અને હોટેલ મેરિયોટ સુધી પહોંચ્યું. CCTV ફૂટેજને આધારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ આ બંને હોટેલો સુધી પહોંચી તો આ શખ્સ વાસણ ધોવાનું કામ કરતો અંદાજે 20 વર્ષીય વિજય કુમાર મહાતો હતો.
વસ્ત્રાપુર પાસે બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિજયે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો. પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.