અમદાવાદ : અમદાવાદમાં બુધવારે મોહરમ તહેવાર નિમિતે શહેરનાં વિવિધ વિસ્તારોમાં તાજીયાના નીકળવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત BRTS બસ સેવાને અસર થશે. સિવિલ હોસ્પિટલથી કાલુપુર શટલ રૂટ નંબર-18, RTO સર્ક્યુલર રૂટ નંબર-101 અને RTO એન્ટી સર્ક્યુલર રૂટ નંબર-201ની બસો બંધ રહેશે.
જ્યારે 6 રૂટ આંશિક રીતે બંધ રહેશે. 9 રૂટ પર બસ સેવા ચાલુ રહેશે. 30 જેટલા બસ સ્ટેન્ડ ઉપર બસ ઓપરેશન સેવા બંધ રાખવામાં આવશે. કાલુપુરથી એલિસબ્રિજ, સિવિલ હોસ્પિટલથી કાલુપુર, નરોડા GCS હોસ્પિટલથી નરોડા વર્કશોપ આ તમામ બસ સ્ટેન્ડો પરની બસ સેવા આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી મોડી સાંજ સુધી બંધ રહેશે.