અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવરક્રૂઝ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરાવવામાં આવી છે. પરિણામે મુલાકાતીઓ ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.સાબરમતી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિ પથરાઈ જતા ફ્લોટિંગ રેસ્ટોરાંની સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. નદીમાં પાણીનું લેવલ ઘટતા તેમ જ જળકુંભીનાં સામ્રાજ્યના કારણ ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, થોડા દિવસ માટે શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.
અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. સાબરમતી નદીમાં જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી. આમ સફાઈ ન થતા નદીમાં ઠેર ઠેર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે, હવે તો એવી સ્થિતિ સર્જાઈ છે કે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ જતાં ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી છે.
ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના પગલે વરસાદી પાણી સાબરમતીમાં આવતા નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવે છે. પરિણામે નદીમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. પરિણામે નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.