અમદાવાદ : અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના જોરદાર પ્રવાહ વચ્ચે નવા વાડજમાં એકમાત્ર હિન્દી માધ્યમ શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલ, જે નવા વાડજ સહિત આજુબાજુમાં વસતા હજારો પરપ્રાંતિય પરિવારોના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.નવા વાડજ વિસ્તારના હિન્દી ભાષીઓના બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે સર્જાયેલ એકમાત્ર શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ.
૧૦૦૦થી વધુ હિન્દી માધ્યમના બાળકોને શિક્ષણ આપતા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલના આચાર્ય દિપકભાઈ પટેલ જણાવે છે કે નાના બાળકોનું શિક્ષણ એમની માતૃભાષા માં જ થવું જોઈએ.નવા વાડજ વિસ્તારમાં વસતા હજારો પરપ્રાંતિય હિન્દી ભાષી પરિવાર આ શાળાના વાતાવરણ અને શિક્ષણથી સંપૂર્ણ સંતુષ્ટ છે કેમ કે સમસ્ત શિક્ષકો હિન્દી ભાષા પર પ્રભુત્વ રાખતા તજજ્ઞો છે.
શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણાબેન સોલંકીના જણાવ્યા મુજબ આ શાળાનું હેતુ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપીને બાળકોને પોપટ બનાવાનું નથી પરંતુ એક શિક્ષિત અને સંવેદનશીલ નાગરિક તૈયાર કરવાનો છે જે સમાજના ઉત્કર્ષમાં સહભાગી થાય અને શાળાનું નામ રોશન કરે.