અમદાવાદ : અમદાવાદ શહેરમાં એવી અનેક ખાનગી અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ તથા જૂના થઈ ગયેલા મકાનો કે પ્રોપર્ટીઝ છે જેનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે. એમાંય ખાસ કરીને હાઉસીંગ બોર્ડની સોસાયટીના કિસ્સાઓમાં હાઉસીંગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલીસી-2016 અને હાઉસીંગના રહીશો, જયારથી પોલીસી આવી છે ત્યારથી સોસાયટીમાં જમીનના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે.જેને કારણે કેટલીક સોસાયટીઓ હાઉસીંગ બોર્ડને સાઈડમાં રાખી, સોસાયટીએ અપનાવ્યો છે સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ…
નવા વાડજમાં આવેલ હાઉસીંગ બોર્ડની આનંદનગર એપાર્ટમેન્ટના રહીશોએ સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ પસંદ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.સોસાયટીના પ્રમુખ નટુભાઈ પટેલના જણાવ્યા મુજબ હાઉસીંગ બોર્ડે જમીનના તમામ ખર્ચ વ્યાજ સાથે લઈ લીધુ છે એટલે કે જમીનના રૂપિયા ચુકવી દીધા છે, મતલબ જમીનના માલિકો આપણે પોતે છીએ, રહીશોની મરજી મુજબ રિડેવલપમેન્ટ કેમ ન કરી શકીએ, જેથી અમોએ સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ પસંદ કરીને અમારો ખાનગી ડેવલપર સાથે વાતચીત ચાલું છે.
તેઓ વધુમાં જણાવે છે કે અમારો ડેવલપર મુળ 1 બીએચકેની સામે નવુ બાંધકામ 3 બીએચકે આપવા સંમત થયા છે, આ સિવાય મકાન ખાલી કરતા સમયે દરેક રહીશને દોઢ લાખ ડેવલપર આપશે, 15000 હજાર ભાડુ સહિત અન્ય તમામ એમીનીટીઝ આપવા તૈયાર છે, તો શા માટે આ વિકલ્પ પસંદ ન કરી શકાય, હાઉસીંગ બોર્ડની પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ બાંધકામ ખૂબ નાનુ મકાન મળે છે, જેનો રહીશો સાથે અન્યાય કરતા હોવાનો હાઉસીંગ બોર્ડ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે.
તેઓએ છેલ્લે જણાવ્યું હતું કે આ અંગે સોસાયટીમાં ડેવલપરની હાજરીમાં મિટીંગ પણ કરી હતી, અમારા સભ્યોની હાજરીમાં સંમતિથી રિડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છે. 60 ટકા સંમતિ તૈયાર છે 75 ટકા સંમતિ થશે એટલે એગ્રીમેન્ટ કરીશું.આનાથી કોઈ સારુ આપી શકે નહીં, હાઉસીંગ બોર્ડને એક વિનંતી જો તમે સરકાર લોકો માટે 1 કરોડ મકાનો બાંધવાનું કહે છે તો અમોને મોટા અને સારા બનાવી આપો, આમાંથી સરકારને આવક પણ થશે એટલે આશા રાખીએ અમારા પ્રોજેકટને મંજુરી આપે અને હાઉસીંગ બોર્ડ સહમત થાય…