અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી શાંતિ ગ્રામ ખાતે એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 28-7-2024, રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારશ્રીના કાર્યક્રમમાં ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ બાલકૃષ્ણ પટેલ (Rtn) અને સેક્રેટરી ઉપેન્દ્ર પટેલ (Rtn) સહિત ક્લબના હોદેદારો અને રોટેરીયન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને રોટરી કલબ ઓફ શાંતિ ગ્રામનો સારો સહયોગ મળ્યો હતો.
આજે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ દર વર્ષ 100 થી વધારે વૃક્ષોનું વાવેતરનો નિર્ધાર કર્યો હતો. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદયના જણાવ્યા મુજબ જેનાથી સમાજ ઓર્ગનિક ફાર્મિગ તરફ વળે, પ્રકૃતિની નજીક આવે, કિચન ગાર્ડનની સમજ કેળવાય…