16.5 C
Gujarat
Sunday, December 8, 2024

SG હાઈવેના ઓવરબ્રિજ ઉપરથી ડબલ ડેકર AC બસ દોડાવાતા લોકોને મુશ્કેલીઓ

Share

અમદાવાદ : ગુજરાત ST દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે SG હાઈવે પરથી ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગરથી સરખેજ જતી ST ની ડબલ ડેકર તેમજ AC બસો ઓવરબ્રીજ ઉપરથી જ પસાર થતી હોવાથી બ્રિજ નીચે બનાવેલા ST સ્ટેન્ડ પર બસની રાહમાં ઉભેલા મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. ST નિગમના નિયમ મુજબ બસોને ઓવરબ્રીજ ઉપરથી લઇ જવાની નથી. તેમ છતાં ગાંધીનગરથી સરખેજ રોડ ઉપર દોડતી ડબલ ડેકર અને AC બસો ઓવરબ્રીજ ઉપરથી પસાર થતાં પાસ હોવા છતાં મુસાફરોને સમયસર બસ નહી મળવાથી ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે ઓવરબ્રીજ નીચે નિયત સ્ટેન્ડ પર બસ લઈ જવાની પ્રવાસીઓમાં માગ ઊઠી છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજ અપડાઉન કરતા લોકોની ફરિયાદ મુજબ, SG હાઈવે પર સર્વિસ રોડ ઉપર બનાવેલા બસ સ્ટેન્ડ ખાતેથી મુસાફરોને લેવા તેમજ ઉતારવાનો નિયમ છે. બસોને ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો આદેશ હોવા છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી.જેથી સર્વિસ રોડ ઉપર બનાવેલા બસ સ્ટેન્ડ ખાતે બસ નહી મળવાથી પાસ ધારકોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર ડેપોમાંથી દોડતી ઇલેક્ટ્રીક ડબલ ડેકર અને ઇલેક્ટ્રીક બસોના ચાલકો તેનું પાલન કરતા નથી. ઉપરાંત કલોલ ડેપોની બસો પણ ગોતા અને સરખેજ ઓવરબ્રીજ ઉપરથી પસાર થતી હોય છે. આથી આવા બસના ડ્રાઇવર અને કંડક્ટરની સામે પગલાં લેવામાં આવી તેવી આશા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પાસ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

ગુજરાત ST નિગમ દ્વારા બસોને SG હાઈવે પરના ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત ડેપો મેનેજરોને ઓવરબ્રીજ ઉપરથી બસોને લઇ જવામાં આવે છે કે નહી તે અંગેની આકસ્મિક તપાસ કરીને આદેશનું પાલન નહી કરનાર ડ્રાઇવર કે કંડક્ટરની સામે નિયમોનુસાર પગલાં લેવાનો ST નિગમે આદેશ કર્યો છે. પરંતું ST નિગમના આદેશનું પાલન રાજ્યના પાટનગર ગાંધીનગર ડેપોમાંથી ઉપડતી ગાંધીનગર સરખેજની ડબલ ડેકર અને AC બસોના ચાલકો દ્વારા પાલન કરવામાં આવતું નથી. જોકે મુસાફરોએ ઓવરબ્રીજ ઉપરથી જતી ડબલ ડેકર અને ઇલેક્ટ્રીક AC બસોના ચાલકોની સામે પગલાં લેવાની માગણી કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles