22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદીઓ હવે મોંઘા ઓલા-ઉબેર ટેક્સીભાડાંનો માર સહન કરવા પણ તૈયાર રહે

Share

અમદાવાદ : એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓલા-ઉબર ઓનલાઇન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે.જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે.

અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા-ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટોરિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે, પરંતુ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટોરિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે.

ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી.

તેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles