અમદાવાદ : જુગારનું દુષણ સતત વધી રહ્યું છે, ગુજરાતમાં જુગાર રમતા અનેક લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં છ શખસોની ધરપકડ કરાઈ હતી અને 97 હાજર રોકડ સહિત કુલ 11.82 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે PCB એક્શનમાં આવી ગઈ છે. PCB ની ટીમને ચોક્કસ હકીકતના આધારે બાતમી મળી હતી કે, ન્યુ રાણીપમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રમેશ સથવારા તેના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીને આધારે PCB એ તેના ઘરે રેડ પાડી હતી. જેમાં 6 શખસોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા અને 97,900 રોકડા સહિત કુલ 11.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
PCB દ્વારા જુગારધામ પર દરોડામાં પકડાયેલા આરોપીઓમાં રમેશ સથવારા, વિજય પટેલ, દિનેશ પટેલ, મનિષ પાટડિયા, લાલજી દવે અને વિક્રમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી રમેશ સથવારા તેના મકાનમાં છેલ્લા એક મહિનાથી જુગારધામ ચલાવતો હતો.