અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સૌથી મોટુ વસ્ત્રાપુર લેકની ખુબસુરતીમાં વધારો થવા જઈ રહ્યો છે. AMC દ્વારા વસ્રાપુર લેકમાં આવેલ એમ્ફી થીયેટરને ફુડ કોર્ટમાં ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે. અંદાજીત 5 કરોડની માતબર રકમથી એમ્ફી થીયેટરને ફુડ કોર્ટમાં ડેવલપ કરાશે.
AMC ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર તળાવ-ગાર્ડનનું રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે,વસ્ત્રાપુર તળાવમાં ઉંદરનો ત્રાસ વધી જતા તળાવની ફરતે આવેલા વોક વે સહિત દિવાલો અને જમીન પર ઉંદરના ત્રાસથી દર કરી દેવામાં આવ્યા હતા.જેના પગલે મોટી સંખ્યામાં અહી આવતા લોકો માટે માથાનો દુખાવો થયો બન્યો હતો.
AMC દ્વારા વસ્રાપુર તળાવના લેક સહિત આસપાસના ગાર્ડન ડેવલપ કરવાનું કામ અગાઉથી જ ચાલી રહ્યુ છે. ત્યારે અહી આવતા મુલાકાતીઓને ફુડ કોર્ટ મળી રહે તે માટે AMC દ્વારા એમ્ફી થીયેટરની જગ્યાએ ફુટ કોર્ટ ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે.જેમાં 55 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે. ટેન્ડરપ્રક્રિયા કરી ફૂડ સ્ટોલ ભાડે આપવામાં આવશે. અપર અને લોઅર વોક-વે પર કાચના પડમાં વધારો, આરસીસી દીવાલ અને તળાવમાં જ્યાં ઢાળ આવેલો છે એમાં મજબૂત આરસીસી બીમ ગ્રિડ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.
વસ્રાપુર એમ્ફી થીયેટરનો એરિયા 5580 ચોમી છે. એમ્ફી થીયેટરમાં ઉપરોક્ત જણાવેલ ટેબલમાં દર્શાવ્યા મુજબ ખુબ જ નહિવત માત્રામાં બુકીંગ થાય છે. તેથી આ એરિયામાં ફુડ પાર્ક બનાવવાનું વિભાગે આયોજન કરેલ છે.
પ્લોટ એરિયા – 5580 ચોમી
કુલ ફુડ સ્ટોલ – 55 નંગ
ટોઇલેટ બ્લોક એરિયા – 65 ચોમી
પાર્કિગ પ્લોટ એરિયા – 3703 ચોમી
ડાયનીગ એરિયા – 700 ચોમી
વિશિષ્ટ પ્રકારના ટેન્સાઇલ સ્ટ્રક્ચર કેનોપી વર્ક
નોંધનીય છે કે, ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ઓડા દ્વારા વર્ષ 2003 પહેલા લેક ડેવલપ કરાયુ હતું. પરંતુ લેકમાં ઉંદરની ત્રાસથી તળાવ ઉંદરો દ્વારા કોતરી ખવાના તર્ક સાથે લેકને ફરી ડેવલપ કરવા ટેન્ડર જાહેર કરાયુ હતું. પરંતે આ ટેન્ડરમાં પણ નવા સુધારા કરી નવેસરથી રિનોવેશન તેમજ ડેવલપ કરવાના કામના પાછળ રૂપિયા 8 કરોડની જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવશે.21 વર્ષ જૂના વસ્ત્રાપુર તળાવને સુંદર બનાવવા માટે નાગરિકો દ્વારા પણ માગ ઊઠી રહી હતી, જેના પગલે તળાવને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.