અમદાવાદ : જો તમે પણ રાતના માણેકચોક બજારમાં ખાવા-પીવા માટે જતાં હોવ તો સાવચેત થઈ જજો કારણ કે, માણેકચોકમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં હલકી ગુણવતાની વસ્તુઓ વપરાતી હોવાનું સામે આવ્યું છે. AMC ફૂડ વિભાગે ચોકમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરતાં 356 કિલો અને 276 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો. તદુપરાંત બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પીઝાંની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ખાણીપીણીના પ્રખ્યાત બજાર ગણાતા માણેકચોકમાં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે AMC ફૂડ વિભાગના ચેકીંગમાં માણેકચોક ખાણીપીણી ચીજવસ્તુઓમાં બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પિત્ઝાની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે આ ચોકમાંથી 5 જગ્યાએથી કપાસિયા અને સીંગતેલના સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે.
કોર્પોરેશનના ફૂડ વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારોમાંથી ફરાળી પ્રોડક્ટના 22, દૂધ અને દૂધની બનાવટના 5, મીઠાઈના 15, બેકરી પ્રોડક્ટના 2, મસાલાના 1 અને અન્ય ખાદ્યપદાર્થના 20 એમ મળી કુલ 65 નમૂના લેવાયા છે. 141 અેકમોને નોટિસ ફટકારી 356 કિલો બિનઆરોગ્યપ્રદે અને 276 લિટર ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. 2.97 લાખ વહીવટી વસૂલ કર્યો હતો. સરખેજ, વસ્ત્રાલમાંથી લીધેલા તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.