અમદાવાદ : અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 15 ઓગસ્ટ અને વિકેન્ડને લઈને અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વિગતો મુજબ સ્વતંત્રતા દિવસના કારણે સિક્યુરિટી વધારવામાં આવી છે. આ સાથે લોંગ વિકેન્ડ હોવાથી મુસાફરોમાં વધારાની શકયતાને લઈને એડવાઇઝરી જાહેર કરાઇ છે. જે મુજબ મુસાફરોએ સિક્યોરિટી હેતુથી વહેલું એરપોર્ટ પહોચવા સૂચન કરવામાં આવ્યું છે.
ચાલુ સપ્તાહમાં ચારથી પાંચ રજા એકસાથે આવવાથી અમદાવાદ સહિત ગુજરાતવાસીઓ વેકેશનના મૂડમાં છે. તેને કારણે આ સપ્તાહના અંતમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી શકે છે. આથી અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ગુરૂવારે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે.
Heads up, travellers! Due to the upcoming Independence Day on August 15, security procedures have been increased at airports until 20th August. Passengers are requested to take this into account and plan their arrival at the airport accordingly.#AhmedabadAirport pic.twitter.com/O5DXA5LVLA
— Ahmedabad Airport (@ahmairport) August 10, 2024
સામાન્ય રીતે એરપોર્ટ ઉપર દરરોજ અનેક મુસાફરો અવર-જવર કરે છે ત્યારે લાંબા વિક એન્ડને કારણે મુસાફરો વધી જવાથી એર ટ્રાફિક વધુ રહેશે અને સ્વતંત્ર દિવસના ભાગરૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એટલે કે, એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે. વિગતો મુજબ આગામી 15 ઓગસ્ટે લાંબી રજા આવી રહી છે. આ સાથે વિકેન્ડના કારણે સપ્તાહમાં 4થી 5 રજા આવી રહી છે.
આ એડવાઈઝરીમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.