અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 130 રન બનાવ્યા હતા તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની પણ શરૂઆત ધીમી રહી હતી અંતે 11 બોલ બાકી રાખી ટાર્ગેટ પાર પાડ્યા હતો. ગુજરાત ટાઈટન્સ ફાઈનલ મેચ જીતીને મોદી સ્ડેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સાહા 5 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ માત્ર 8 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ગુજરાતે 23 રનમાં બે વિકેટ ગુમાવી હતી. પાવરપ્લેમાં ગુજરાતનો સ્કોર 31 કન હતો.
ગુજરાત તરફથી હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યો હતો. પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સાંઈ કિશોરેએ 4 ઓવરમાં 20 રન આપી બે સફળતા મેળવી હતી. યશ દયાલ, શમી અને રાશિદને એક-એક વિકેટ મળી હતી.