29.9 C
Gujarat
Thursday, November 21, 2024

સોમનાથ, અંબાજી સહિત આ પાંચ પ્રવાસન સ્થળોએ થેલી માટે ATM મુકાયા, સિક્કો નાખી કાપડની થેલી મેળવી શકાશે

Share

અમદાવાદ : ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્ત્વના મંદિરો પર વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે.રાજયમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઈસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિકકો નાખીને અથવા તો કયુઆર કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી.બારડે જણાવ્યું હતું કે, “રાજયમાં પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ બંધ થાય અને કાપડની થેલીનો ઉપયોગ વધુ થાય તે હેતુથી ખરીદીના સ્થળ પર જ એટીએમ મશીન લગાડવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે.”મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે.

આ જ રીતે રાજયના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ તથા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ મશીનની મદદથી પ્લાસ્ટિકની બોટલને ક્રશ કરીને તેનું રિસાઈકલીંગ થાય છે તેમાં પણ પ્રવાસી મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles