28.7 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : નવરાત્રી પર્વમાં રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ

Share

અમદાવાદ : હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં રાત્રિના સમયે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતી જોવા મળી છે. ત્યારે આ પરેશાનીને લઇ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું હતું. જેમાં તેઓએ સવારના 8 થી રાત્રીના 2 વાગ્યા સુધીમાં ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રિ દરમિયાન શહેરના એસજી હાઈવે અને એસપી રીંગ રોડ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ રહે છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 12 ઓક્ટોબર મોડી રાત સુધી હવે સવારે 8 થી રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા ઘણા દિવસોથી અને નવરાત્રિના તહેવારના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી હતી. ત્યારે આ સમસ્યાને ટાળવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતુ.

33 પેસેન્જરથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો શહેરમાં અવરજવાર કરી શકે છે, પરંતુ ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, ટોલી 33 પેસેન્જરથી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો વગેરે પર દિવસ દરમિયાન અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, ત્યા સુધી ભારે વાહનો રાત્રિના 8 થી 2 વાગ્યા સુદી શહેરમાં પ્રવેશ કરી શકશે નહી. આ નિર્ણયના કારણે અમદાવાદના મુખ્ય માર્ગો પરનો ટ્રાફિકજામ ઘટશે. જેને લઇ વાહનચાલકોને પરેશાની થી છુટકારો મળશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles