અમદાવાદ : PM નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા.ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને સરકારી પોલિટેક્નિક કોલેજ આંબાવાડીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ઉધોગ સાહસિકતાનું જ્ઞાન મેળવે ઉદ્દેશથી ટોક શૉ વેબિનારના માધ્યમથી યોજાયો, જેમાં રાજય સરકાર તરફથી મળતી વિવિધ સહાયથી પરિચિત થઈ વિદ્યાર્થી કાળથીજ પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરવા પ્રેરાય તે હેતુસર પ્રેરણા રૂપ મહિલા મનીષાબેન ભાવસાર (લખપતિ દીદી)કે જેઓએ સરકારી સહાય મેળવી મિલટ ફૂડ પ્રોડક્ટનું સ્ટાર્ટ અપ કરેલ છે અને પોલિટેક્નિક કોલેજના યુવા વિદ્યાર્થીઓ…ધ્રુવ પંચાલ કે જેઓએ એસ્ટ્રોનોમી આધારિત સાબુ, પરફ્યુમ, ધૂપ વગેરેનું સ્ટાર્ટ અપ કરેલ છે,પટેલ સુમિત અને પટેલ દક્ષ કે જેઓએ નિત્ય જળ નામનું બગીચામાં પાણી આપવાનું ડિવાઇસ બનાવેલ તથા ઋષિ સોની અને સુજ્ય પટેલ કે જેઓએ અંભ નામની પ્રોડક્ટ કે જેમાં તેઓએ ઓર્ગનિક વેસ્ટમાંથી કેરેટ કે અન્ય કેરી કરવાના સાધનો બનાવવાનું સ્ટાર્ટ અપ ssip તથા અન્ય સરકારી સહાયથી શરુ કર્યા અંગેની વિગતવાર માહિતી આપી હતી.
વેબિનારના માધ્યમથી યોજાયેલ ટોક શૉ જેમાં જિલ્લાના ધોરણ 9 થી 12 ના અંદાજિત 75,000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈ સ્ટાર્ટ અપ કેવી રીતે શરુ કરવું તેમાં સરકારશ્રી તરફથી શું સહાય મળે તે અંગે માર્ગદર્શન મેળવી પ્રેરિત થઈ વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી કરી અને કાર્યક્રમના અંતે તમામ 75,000 વિદ્યાર્થી અને શિક્ષકોએ એક સાથે ઓનલાઇન માધ્યમથી ભારત વિકાસની પ્રતિજ્ઞા લીઘી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણધિકારી કૃપાબેન જહા, બોર્ડ સદસ્ય જે. વી. પટેલ, શિક્ષણ વિદ ગુણવંત ભાઈ પટેલ, સરકારી પોલિટેક્નિકના વ્યાખ્યતા મતિ ઝંખનાબેન ઉર્વીશભાઈ તથા અન્ય ઉપસ્થિત રહ્યાં હતા…