અમદાવાદ : અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે મારામારીના કેસમાં આરોપીને મારઝૂડ નહીં કરવા, ઝડપથી જામીન કરાવવા, અન્ય કેસમાં નહીં ફસાવવા અને પાસા નહીં કરવા 30 હજારની લાંચ માગી હતી. જેમાંથી 20 હજાર લાંચ આપી દીધી હતી. જ્યારે બાકીની લાંચની રકમ લેતા ACBએ પોલીસકર્મી વતી વચેટિયાને ઝડપી લીધો છે. જ્યારે પોલીસકર્મી ફરાર થઈ ગયો છે.
આથી ગભરાયેલા ફરિયાદીએ કોન્સ્ટેબલને રૂ.20,000 આપી દીધા હતા.બાદમાં બાકી રહેલા રૂ.10,000 માટે કરણભાઈ અવારનવાર ફરિયાદીને ફોન કરીને પરેશાન કરતા હતા. એક રિપોર્ટ મુજબ, જોકે ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ACBના અધિકારીઓએ રખિયાલમાં ચારોડીયા પોલીસ ચોકીના મુખ્ય દરવાજા પાસે છટકુ ગોઠવ્યું હતું.જેમાં કોન્સ્ટેબલ કરણભાઈ વતી લાંચ લેવા આવેલો તેમનો મળતીયો માણસ મુસ્તાક રસુલ અલ્લા રખા સૈયદ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જોકે આરોપી કરણ ઝડપાયો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.