25.9 C
Gujarat
Sunday, December 22, 2024

અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, રોંગ સાઇડ આવતી કારે વૃદ્ધને 10 ફૂટ ઉછાળી 20 ફૂટ દૂર ફેંક્યા

Share

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે.અમદાવાદના નરોડામાં 9 ઓક્ટોબરે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી પુરપાટ આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિ લગભગ 10 ફૂટ ઉછળીને 20 ફૂટ દૂર પડ્યા હતા. આ સાથે કારે સામે ઉભેલી રિક્ષાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા-દહેગામ રોડ પર શિવધારા કેમ્પસમાં રહેતા 71 વર્ષીય નટવરલાલ પ્રજાપતિ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ઘરની બહાર બિલાસિયા બસ સ્ટેન્ડ પાસે તેઓ ઊભા હતા. ત્યારે નરોડા-દહેગામ તરફથી બે ગાડી પૂરઝડપે રોંગ સાઇડમાં આવી હતી. ગાડીના ચાલકે નટવરલાલને ટક્કર મારતાં તેઓ હવામાં ફંગોળાઇને ત્યાં પડેલી પેસેન્જર રિક્ષા પર પડ્યા હતા. તેમના માથામાં ગંભીર ઇજાઓને કારણે નટવરલાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ લોકોમાં એવી ચર્ચા છે કે અકસ્માત સર્જનાર કાળા કલરની કાર પૂરપાટ ઝડપે દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. આ દરમિયાન સ્પીડ પર કાબૂ નહીં રાખવાના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત દરમિયાન મૃતક 10 ફૂટ કૂદીને 20 ફૂટ દૂર પડ્યો હતો.

દારૂ પકડવા માટે એક નિર્દોષની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે આ ઘટનામાં ડ્રાઈવર કોણ હતો તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. અમારી ટીમ ડ્રાઈવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles