32.8 C
Gujarat
Tuesday, July 8, 2025

દિવાળીની ખરીદી અને ભીડનો લાભ લઈને નકલી નોટો વટાવવાનું કામ કરનારા બે યુવક ઝડપાયા

Share

અમદાવાદ : અમદાવાદના બાપુનગરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ છે. રૂપિયા 500ના દરની 07 અને 100ના દરની 529 નકલી ચલણી નોટો મળી આવી હતી. આ મામલે ઈન્દ્રભુષણ ત્રિપાઠી નામનાં શખ્સની ધરપકડ કરવામા આવી છે. ઈન્દ્રભુષણ ત્રિપાઠીને નકલી નોટો વટાવવા આપનાર રાકેશ રામ ફરાર છે.બાપુનગર પોલીસે રાકેશ રામ નામના આરોપીને પણ તેના ઘરેથી પકડી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે બે ઈસમો પણ ના ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા. નિકોલના ઇન્દ્ર ભૂષણ સીતારમણ ત્રિપાઠી નામના યુવકને પકડી તપાસ કરતા તેની પાસેથી 500 ના દરની સાત ચલણી નોટો તેમજ સો રૂપિયાના દરની 529 જેટલી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા રાકેશ ભગવાન રામ નામના યુવકે તેને આ નકલી ચલણી નોટો આપી હતી અને બજારમાં વટાવવા માટે મોકલ્યો હતો. પોલીસે રાકેશ રામની પણ ધરપકડ કરી છે.

આરોપી ઇન્દ્ર અને રાકેશ રામ આ ચલણી નોટ રાજસ્થાનના રફીક નામના આરોપી પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. રફીકે આ નકલી નોટો રાજસ્થાનથી પાર્સલમાં અમદાવાદ મોકલી હતી. રફીકે રૂ 1.10 લાખની નકલી નોટની સામે 25 હજાર રૂપિયા મેળવ્યા હતા.આરોપીઓ સૌથી વધુ રૂ 100ની નકલી નોટ છૂટક ચીજવસ્તુ લઇ દુકાનો પર વટાવતા હતા. બને આરોપી આ લાખ રૂપિયાની નકલી નોટો દિવાળીના સમયે છૂટક બજારમાં વટાવવાની શરૂઆત કરી હતી, જ્યા પોલીસે તેમને ઝડપી પાડયા.

ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે બંને આરોપીઓએ માર્કેટમાં નકલી નોટો ફરતી કરતી અસલી રૂપિયા કમાવવાનો કીમિયો અઝમાવ્યો હતો, પરંતુ પોલીસના હાથે ઝડપાઇ હાથે ચડી ગયા છે. આરોપીઓ ક્યાં ક્યાં આ નકલી નોટો વટાવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર રફીકની શોધખોળ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles