અમદાવાદ : શહેરની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડરમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓની આપખુદશાહી અને કૌભાંડી નીતિના લીધે 2018 થી 2022 સુધી નારણપુરાની એકતા એપાર્ટમેન્ટ સિવાય એકપણ સોસાયટીની રીડેવલપમેન્ટની ગાડી પાટે ચડી નથી. હાઉસિંગ બોર્ડના લેટેસ્ટ રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાની નીતિનો વ્યાપક વિરોધ ચારેય બાજુથી થઇ રહ્યો છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ મુજબ 2016 માં સરકારે રીડેવલપમેન્ટ માટે માર્ગદર્શિકા બહાર પાડી, નારણપુરાની બધી અને ગુજરાતની મોટાભાગની તૈયાર છે. નારણપુરાની 17 થી વધુ સોસાયટીઓ અરજીઓ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં ફેરફાર કર્યા જેમાં બિલ્ડર દ્વારા જુના અને નવા રહીશોને અલગ અલગ મકાન બનાવી આપશે જેનો વિરોધ અનેક હાઉસિંગના ચેરમેન સેક્રેટરીઓ કરી રહ્યા છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ જણાવે છે કે નારણપુરાની એકતા એપાર્ટમેન્ટની જેમ બાંધકામ, પોલિસી મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે જેમાં જુના રહીશોને પ્રથમ ફાળવવામાં આવે અને પછી જે વધે એ મકાન વધે એ બિલ્ડર વેચી શકે છે. જો આ મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નારણપુરાની 17 થી વધુ સોસાયટી સહીત અમદાવાદની અનેક હાઉસીગ સોસાયટીઓમાં જે રીડેવલપમેન્ટ અટક્યું છે તેનો તાત્કાલિક નિકાલ આવે શકે તેમ છે.
હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો થાય એવા ટેન્ડર બનાવે છે જેના કારણે ટેન્ડર જ શક્ય બનતું નથી અને રીડેવલપમેન્ટમાં કોઈ સોસાયટી જતી નથી. હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટના ટેન્ડરમાં જુના અને નવા રહીશોના અલગ – અલગ મકાન બનાવવાની શરત રાખી છે જે રહીશોના હિતમાં નથી.