અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસમાં વધારો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયુ છે.AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ એક નિવેદન આપ્યુ છે જે મુજબ, અમદાવાદ શહેરમાં માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી હતી. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે.
કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે કે, સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.ગુજરાત સહીત દેશમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.