27.8 C
Gujarat
Friday, November 22, 2024

PM મોદીની BJP કાર્યકર સાથેની ખાસ સેલ્ફી, આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા

Share

ચેન્નાઈ : PM મોદી હાલ દક્ષિણ ભારતના પ્રવાસે છે. શનિવારે, તેઓ તેમના બે દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કામાં ચેન્નાઈમાં હતા. જ્યારે ચેન્નાઈમાં PM મોદીએ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પછી તેમણે અન્ય એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પરંતુ ચેન્નાઈમાં PM મોદીના અન્ય કાર્યક્રમોની સાથે એક કાર્યકર સાથેની તેમની સેલ્ફી પણ ચર્ચામાં છે.

PM નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન BJPના દિવ્યાંગ કાર્યકર સાથે ખાસ સેલ્ફી લીધી. PM મોદીએ આ સેલ્ફી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ ટ્વીટમાં તેણે દિવ્યાંગ કાર્યકરના પણ ખૂબ વખાણ કર્યા છે. PM દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. PM મોદીની આ ખાસ સેલ્ફીને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યી છે.

PM નરેન્દ્ર મોદીએ જેની સાથે ખાસ સેલ્ફી લીધી તે દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. મણિકંદન ઈરોડના BJPના કાર્યકર છે. આ સાથે તેઓ બૂથ પ્રમુખ પણ છે. મણિકંદન સાથે સેલ્ફી શેર કરતી વખતે PM મોદીએ કહ્યું કે, તેઓ ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યા હતા. તેઓ ઈરોડના BJPના સમર્પિત કાર્યકર છે. તેઓ BJPના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.

PMએ વધુમાં જણાવ્યું કે મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે પોતાની દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. મણિકંદનના વખાણ કરતા PM મોદીએ કહ્યું કે આવા કાર્યકર પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરિત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદી શનિવારે હૈદરાબાદ અને ચેન્નાઈના પ્રવાસે હતા. બંને સ્થળોએ, તેમણે લગભગ 13700 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદમાં, તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ચેન્નાઈમાં તેમણે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles