મુંબઈ : મુંબઇ IIT માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના અમદાવાદના વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે SIT એ દર્શન સાથે ભણતા 19 વર્ષીય અરમાન ઇકબાલ ખત્રી નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે.દર્શન દ્વારા લખેલી સ્યુસાઇડમાં અરમાન ખત્રીનું નામ લખ્યું હતું જેના આધારે ધરપકડ કરવામાં આવી છે.
18 વર્ષીય દર્શન સોલંકીએ રવિવાર, 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઇ IITના પવઈ કેમ્પસમાં હોસ્ટેલ બીલ્ડિંગના સાતમાં માળેથી કથિત રીતે છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પ્રવેશના ત્રણ મહિનામાં બનેલી આ ઘટના પર પરિવારે કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, તે સમયે એક વિદ્યાર્થી જૂથે આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા પ્રેર્યો હતો.પરિવારજનોની માંગણીને લઈને SIT બનાવવામાં આવી હતી જે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી.SIT ને થોડા દિવસ અગાઉ સ્યુસાઇડ નોટ પણ મળી હતી.જેમાં અરમાન ખત્રીનું નામ હોવાથી SIT દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી છે.
દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને થોડા દિવસ અગાઉ SIT દ્વારા બોલાવવામાં આવ્યા હતા. SIT એ અમને એક કાગળ બતાવ્યું હતું જેમાં અરમાન હેસ કિલ્ડ મી લખ્યું હતું. જેથી SIT દ્વારા અમને પૂછવામાં આવ્યું હતું કે આ અક્ષર દર્શનના છે પરંતુ અમને ઓળખી શક્યા નહોતા જેથી રાઇટિંગ એક્સપર્ટને બોલાવીને તપાસ કરતા દર્શનના અક્ષર હોવાનું જ સામે આવ્યું હતું SIT એ અરમાનની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ તપાસ બાદ મુંબઈ પોલીસ SITએ ખુલાસો કર્યો કે તેની આત્મહત્યાનું એક કારણ તેના પર કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણીઓ હતું. પોલીસ સુસાઈડ નોટમાં જેના નામ છે તે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.