19.7 C
Gujarat
Friday, November 22, 2024

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ થશે Jioની આ સેવા

Share

મુંબઈ : મુકેશ અંબાણી ( Mukesh Ambani)ની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries) તેની 46મી એજીએમ શરૂ કરી છે. 46મી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે Jio AirFiber લોન્ચ થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગમાં જણાવ્યું કે ભારત બહુ ઝડપથી વિકસીત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસીત દેશ બની જશે. તેમણે આજે પોતાની સ્પીચની શરૂઆતમાં જ ચંદ્રયાન-3ની સફળતાની વાત કરી હતી અને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સના બોર્ડે ઈશા, આકાશ અને અનંત અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવાની ભલામણ કરી છે જ્યારે નીતા અંબાણી તેમાંથી નીકળી જવાના છે. નીતા અંબાણીએ પોતાનો વધુ સમય રિલાયન્સ ફાઉન્ડેશન માટે ફાળવવાનું નક્કી કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. અત્રે જણાવાનું કે Jio એર ફાઈબર, 5જી નેટવર્ક અને સારી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ આપશે. દૂરસંચારના ક્ષેત્રમાં Jio એર ફાઈબર આવવાથી અનેક ફેરફાર જોવા મળી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.સમય આવી ગયો છે કે વેપારી સમુદાય સાથે મળીને કામ કરીએ જેથી સાથે મળીને આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે 1 કરોડથી વધુ પરિસર અમારી ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ Jio ફાઈબર સાથે જોડાયેલા છે. હજુ પણ લાખો પરિસર એવા છે જ્યાં વાયર કનેક્ટિવટી આપવી મુશ્કેલ છે. Jio એર ફાઈબર આ મુશ્કેલી સરળ બનાવશે. તેના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરો સુધી પહોંચવાની આશા રાખી રહ્યા છીએ. Jio એર ફાઈબર આવવાથી દરરોજ જિયો 1.5 લાખ નવા ગ્રાહકોને જોડી શકશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles