કોલકત્તા : કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં 70,000 દર્શકોએ આજે ઐતિહાસિક મેચનો આનંદ માણ્યો હતો. 35માંં બર્થ ડે પર વિરાટ કોહલીની સેન્ચુરી બાદ સાઉથ આફ્રીકાને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે 243 રનથી જીત મેળવી છે.ભારતે એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સેમિફાઈનલમાં ભારતનો સામનો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે.
આજની મેચમાં સૌપ્રથમ વિરાટ કોહલીની રેકોર્ડ 49મી સદીના કારણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 101 રન બનાવ્યા અને સચિન તેંડુલકરના 49 ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. શ્રેયસ અય્યરે 77 રન બનાવ્યા હતા.
જવાબમાં દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી અને કુલદીપને 2-2 અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003 વર્લ્ડ કપમાં એક પછી એક 8 મેચ જીતી હતી.
Well played Virat.
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
સચિને ટ્વિટ કરી, કહ્યું-જલદી મારો રેકોર્ડ તોડશો
કોહલીની 49મી સદી પર સચિન તેંડુલકરે કહ્યું- ‘વેલ પ્લેયડ વિરાટ, મને 49મીથી 50મી સદી સુધી પહોંચવામાં 365 દિવસ લાગ્યા. હું આશા રાખું છું કે તમે થોડા દિવસોમાં 50 સદી ફટકારી શકશો અને મારો રેકોર્ડ તોડી શકશો…ખૂબ અભિનંદન.’