Friday, November 28, 2025

લોકસભાની ચૂંટણી પહેલા ખુશખબર ! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

spot_img
Share

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. કિંમતોમાં ઘટાડાનો કેટલોક ભાગ ઓયલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે. નાણા મંત્રાલયની પાસે ભાવ ઘટાડવાના અલગ-અલગ વિકલ્પ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 8-10 રૂપિયાના ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ અંગે પ્રધાનમંત્રીની મંજૂરી બાકી છે. ગુરુવારે મોડી રાત સુધીમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે.હકીકતમાં, મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ $77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે – સપ્ટેમ્બરમાં $93.54 અને ઓક્ટોબરમાં $90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત $93.15 પ્રતિ બેરલ હતી.

6 એપ્રિલ 2022થી બંને ફ્યૂલની પૂર્વ-રિફાઇનરી કિંમતોમાં કોઈ ફેરફાર ન થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં કાચા તેલની ઓછી કિંમતોને કારણે ત્રણેય સરકારી તેલ વિતરણ કંપનીઓ- ઈન્ડિયન ઓયલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને મોટી કમાણી કરી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, IOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂ. 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...