નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા PM નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દેશને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દેશભરના લોકોને વિનંતી છે કે મકરસંક્રાંતિના દિવસથી દેશના નાના-નાના તીર્થ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.
PM મોદીએ કહ્યું, ‘હું અયોધ્યાના ભાઈઓ અને બહેનોને કહું છું કે તમારે દેશ અને દુનિયાના અસંખ્ય મહેમાનો માટે તૈયાર રહેવું પડશે. હવે દેશ અને દુનિયામાંથી લોકો દરરોજ અયોધ્યા આવતા રહેશે. તેથી અયોધ્યાના લોકોએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાવાસીઓની છે.
View this post on Instagram
PM મોદીએ કહ્યું કે, ‘હું દેશભરના લોકોને વિનંતી કરું છું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ સંદર્ભે, એક અઠવાડિયા પહેલા 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસથી સમગ્ર દેશમાં નાના-મોટા તમામ તીર્થસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. ભારતમાં આવેલા દરેક મંદિરોમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ.PM મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘ભગવાન રામ દરેકના આદર્શ છે. જ્યારે ભગવાનની તેમના જન્મ સ્થાનમાં ધામધૂમથી પધરામણી થતી હોય ત્યારે આપણા એક પણ મંદિરો, એક પણ તીર્થક્ષેત્ર ગંદા ના હોવા જોઈએ.
જણાવી દઈએ કે, 11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં મુરલી મનોહર જોશીની સાથે પૂર્વ RSS પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. એ સમયે PM મોદી જન્મ સ્થાને દર્શન કરવા ગયા હતા. ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે મંદિરમાં વિરાજમાન થાય ત્યારે દર્શન કરવા આવશે.
25 સપ્ટેમ્બર 1990 ના રોજ જ્યારે ભાજપના અધ્યક્ષ તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા શરૂ કરી હતી આ યાત્રાના મુખ્ય સારથી તરીકે PM મોદી રહ્યા હતા. એ સમયે તેઓ સંઘના પૂર્વ પ્રચારક અને ગુજરાત ભાજપના સંગઠન મહાસચિવ તરીકે કામ કરતા હતા. વર્ષ 1998માં મોદી મોરેશિયસમાં આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં ગયા હતા. ત્યાં તેમણે રામલલા અને તેમના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.